Day Special

Land Grabbing Act 2020માં, તાજેતરમાં કરેલ સુધારાની જોગવાઈઓ

Land Grabbing Act 2020માં, તાજેતરમાં કરેલ સુધારાની જોગવાઈઓ content image d9742a55 6a31 4465 a9a2 c4ae5c1246d8 - Shakti Krupa | News About India

– લોકાભિમુખ માર્ગદર્શન– એચ.એસ. પટેલ IAS (નિ.)

– સરકારી જાહેર જમીન / મિલ્કતોના રક્ષણ સામે આ કાયદા અન્વયે અસરકારક અમલ જરૂરી

ગુજરાત જમીન પચાવી પાડવા (Land Grabbing Act ) પ્રતિબંધ ધારો રાજ્ય સરકારે ઓગસ્ટ-૨૦૨૦ થી લાગુ કર્યો છે. જેને દોઢ વર્ષ જેટલો સમયગાળો થયો છે. આ વિશેષ કાયદો લાગુ કરવાનું મુખ્ય કારણ એ છે કે દિન-પ્રતિદિન જમીન / મિલ્કતને લગતા વ્યવહારોમાં છેતરપીંડી, કાયદેસરના દસ્તાવેજ કરતા પહેલાં એકથી વધારે વ્યકિતઓ સાથે બાનાખત, ર્ખયિીિઅ તેમજ સરકારી / ગૌચરની જમીનો ઉપરાંત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જેમ કે મહાનગરપાલિકા, નગરપાલિકા, ગ્રામ પંચાયત તેમજ સત્તા મંડળોની જમીનો ઉપર દબાણ કરી ગેરકાયદેસર કબજો વિગેરેનો સમાવેશ થાય છે. સાથો સાથ જમીન / મિલ્કત ખરીદનારાઓને જે જમીન ચોખ્ખા સ્વતંત્રપણ (Clear Title) વાળી હોવી જરૂરી છે. જેથી શુધ્ધબુદ્ધિથી (Bonafide Purchaser) ખરીદનારાઓને મુશ્કેલી ન પડે, આમ તો ખોટા દસ્તાવેજો, બળ જબરીપૂર્વકના આચરણ, ગેરકાયદેસર કબજો / દબાણ વિગેરેના કિસ્સામાં ફોજદારી કાર્યવાહી માટે ઈન્ડીયન પીનલ કોડ તેમજ સરકારી જમીન ઉપર દબાણ અંગે જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૬૧ હેઠળ જોગવાઈઓ છે. પરંતુ આ જોગવાઈઓની અસરકારકતા ન હોવાને કારણે તેમજ કાયદાની કોર્ટમાં પણ લાંબા સમયની કાનુની પ્રક્રિયાને કારણે આ કાયદામાં સ્પેશ્યલ કોર્ટની પણ રચના કરવામાં આવી છે. આ કાયદાના અમલમાં અમુક જોગવાઈઓ અંગે વિસંગતતા અથવા પ્રક્રિયા અનુસરવામાં સ્પષ્ટતા સાથોસાથ મૂળ કાયદામાં સ્પેશ્યલ કોર્ટના હુકમ સામે અપીલ કરવાની જોગવાઈ ન હોવાને કારણે સુધારા કાયદાથી જે ફેરફાર કરવામાં આવ્યો છે તે આમ જનતાને ખ્યાલ આવે તે માટે વિશેષ સ્વરૂપે વિવરણ કરૂં છું અને તે મુજબ કાયદાની કલમ- ૨ (સી)માં જમીનની વ્યાખ્યા કરવામાં આવી છે. તેમાં બાંધકામ સહિતનો સમાવેશ કરવામાં આવેલ છે. પરંતુ સુધારા કાયદામાં જમીન ગ્રાન્ટ કરવાની અરજી કરવામાં આવી હોય અને તેમાં અનુસુચિત જનજાતિ અને વન અધિકાર અધિનિયમ-૨૦૦૬માં આદિવાસીઓને જંગલની જમીનમાં રહેણાંકના મકાનની જગ્યાને વન અધિકારના નિયમ હેઠળ ગ્રાન્ટ કરવા બાબતમાં આ જમીનનો સમાવેશ આ કાયદાની જોગવાઈઓ અમલ થયા ત્યારથી સમાવેશ થશે નહી તેમ સુધારા કાયદામાં ઉલ્લેખ કરેલ છે એટલે કે આવી પડતર અરજીઓની બાબતમાં સબંધિત જમીનને લાગુ પડશે નહી.

આજ રીતે લેન્ડ ગ્રેબીંગ એક્ટની કલમ-૯ (૧)માં સ્પેશીયલ કોર્ટ દ્વારા તેની સમક્ષ રજૂ કરેલ અરજી અસંદિગ્ધ અથવા પાયા વિહોણી (Frivilous or Vexatious) હોય તો કોર્ટ કોઈપણ પ્રકારની તપાસ વગર નામંજૂર (Reject) કરશે. આ ઉપરાંત કલમ-૯ (૫) પ્રમાણે અરજદારની લેખિત અરજી સિવાય સાક્ષી તરીકે કોર્ટ સમક્ષ બોલાવવાની તેમજ પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ જાય તો તે કાર્યવાહીમા સક્ષમ પુરાવા તરીકે ગણવામાં આવશે નહિ તેજ રીતે કલમ-૯ (૭) માં સ્પેશ્યલ કોર્ટ દ્વારા જમીન પચાવી પાડવા અંગેના તારણ ઉપર આવે ત્યારે તે કેસનું Cognizance ગુન્હાના કારણની નોંધ અંગે જાહેર નોટીસ (Public Notice) બહાર પાડવાની રહેશે અને તે અંગે નિયત સમયમાં જે રજૂઆત આવે તે કોર્ટ દ્વારા ધ્યાનમાં લેવામાં આવશે અને કોર્ટ દ્વારા સબંધિત હિત ધરાવતા પક્ષકારને તેને યોગ્ય લાગે તો કેસનું Cognizance લીધા બદલની નોટીસ આપી શકશે.

લેન્ડ ગ્રેબીંગ એક્ટમાં જે મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે તે મુજબ કલમ-૧૨ (એ) ઉમેરવામાં આવી છે અને તે મુજબ સ્પેશ્યલ કોર્ટ દ્વારા જે ફાયનલ હુકમ કરવામાં આવે તે સામે ગુજરાતની હાઈકોર્ટ સમક્ષ અપીલ થઈ શકશે અને સ્પેશ્યલ કોર્ટના સિવિલ પ્રોસીડીંગ અથવા ક્રિમીનલ પ્રોસીડીંગમાં જે હુકમ કરવામાં આવ્યો હોય તેની હાઈકોર્ટ સમક્ષ અપીલ થઈ શકે છે અને આવો હુકમ થયા તારીખથી ત્રીસ દિવસની અંદર અપીલ કરવાની છે અને આ તારીખ હુકમ થયા તારીખથી ગણવામાં આવશે. પરંતુ હાઈકોર્ટને પુરતાં કારણોનો (Sufficient Cause) સંતોષ થાય તો ૩૦ દિવસને બદલે ૬૦ દિવસમાં અપીલ ગ્રાહ્ય રાખી શકે છે અને હાઈકોર્ટ સ્પેશ્યલ કોર્ટ દ્વારા સિવિલ પ્રોસીઝર કોડ અને ક્રિમીનલ પ્રોસીઝર કોડમાં જે પ્રક્રિયા અનુસર્યા હોય તે તમામ સત્તાઓ ભોગવશે અને હાઈકોર્ટ અપીલ મળ્યેથી સબંધિત પક્ષકારોને સાંભળવાની વ્યાજબી તક આપીને સ્પેશ્યલ કોર્ટનો હુકમ રદ, ફેરફાર અથવા સુચનો (Direction) સાથે રીમાન્ડ કરી શકે છે.

આમ ઉપર મુજબના સુધારા તાજેતરમાં લેન્ડ ગ્રેબીંગ એક્ટમાં કરવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે જમીનની વ્યાખ્યામાં સુધારો, સ્પેશ્યલ કોર્ટની સત્તામાં સ્પષ્ટતા તેમજ સ્પેશ્યલ કોર્ટના હુકમ સામે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જાણકારી મુજબ આ કાયદામાં જે સમિતિની રચના કરવામાં આવી છે તેમાં મળેલ અરજીઓ અન્વયે સમયમર્યાદા અને કાયદાનો મૂળભૂત હેતુસરે અને દાખલો બેસે તેવી કાર્યવાહી થઈ હોવાનું જણાતું નથી. ખાસ કરીને તો સરકારી / ગોચર તેમજ મહાનગરપાલિકા / નગરપાલિકાઓની જમીનો ઉપર સંખ્યાબંધ દબાણો છે અને માથાભારે વ્યક્તિઓ સામે દાખલારૂપ કાર્યવાહી થાય તો દબાણો અટકે અને ખોટી રીતે જમીન / મિલ્કતના વ્યવહારો થાય છે તે અટકી શકે ઉપર જે સુધારા કરવામાં આવ્યા છે તે મુજબ રાજ્ય સરકાર દ્વારા અસામાજીક પ્રવૃત્તિ આચરનારાઓ સામેનો (Gujarat Antisocial Prevention Act) કાયદો ઘડવામાં આવ્યો છે અને તેમાં જમીન પચાવી પાડનારાઓ (Land Grabber)  સામે PASAની જે જોગવાઈઓ છે. તેમાં પણ સુધારો કરવાનો થાય છે. આશા રાખવામાં આવે છે કે જમીન પચાવી પાડવાનો જે ખાસ કાયદો ઘડવામાં આવ્યો છે તેનું યોગ્ય સ્વરૂપે પાલન થાય.

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button