NPAના નિયમોનું અમલીકરણ લંબાવાતા NBFCને મોટી રાહત
નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (એનબીએફસી)ને મોટી રાહત આપતા રિઝર્વ બેન્કે નોન પર્ફોમગ એસેટ્સ (એનપીએ) સંબંધિત નિમયોનું અમલીકરણ છ મહિના પાછળ ઠેલવ્યુ છે.
નાણા કંપનીઓ માટે એનપીએ સંબંધિત દિશાનદેશોને લાગુ કરવાની સમયસીમા અત્યાર સુધી ૩૧મી માર્ચ, ૨૦૨૨ હતી જેને છ મહિના પાછળ ઠેલવીને હવે ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨થી તેનો અમલ કરવાનું નક્કી કર્યુ છે.
નોંધનિય છે કે, ગત નવેમ્બરમાં એનબીએફસી માટે એનપીએ સંબંધિત નિયમો જાહેર કર્યા હતા. જે હેઠળ એવું કહેવાયુ હતુ કે એનપીએ એકાઉન્ટને ત્યારે જ સ્ટાન્ડર્ડ એસેટ્સમાં અપગ્રેડ કરાશે જ્યારે સંબંધિત બેન્ક કે એનબીએફસીને વ્યાજ સહિત સંપૂર્ણ રકમ પરત મળી ગઇ હોય. રિઝર્વ બેન્કના ૧૨ નવેમ્બર, ૨૦૨૧ના રોજના પરિપત્રમાં એનપીએના નિયમો ૩૧ માર્ચ, ૨૦૨૨થી લાગુ કરવાનું નક્કી કરાયુ હતુ.
એનબીએફસી દ્વારા તેમની મુશ્કેલીઓની રજૂઆત કર્યા બાદ રિઝર્વ બેન્કે સુધારેલો પરિપત્ર જારી કર્યો છે. જે મુજબ એનપીએ એકાઉન્ટને પ્રમોટ કરીને સામાન્ય એકાઉન્ટની શ્રૈણીમાં રાખી શકાય છે જો વ્યાજ અને મુળ રકમ સહિત સંપૂર્ણ બાકી લેણાં દેવાદાર પરત ચૂકવે તો. હવે એનબીએફસી માટે એનપીએના નિયમો લાગુ કરવાની ડેડલાઇન ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ છે.
રિઝર્વ બેન્કે નોંધ્યુ કે કેટલીક બેન્કો થોડીક જ વ્યાજ અને મૂળ રકમ પરત મળતા એનપીએને સામાન્ય એકાઉન્ટમાં પરિવતત કરી રહી છે. જેથી રિઝર્વ બેન્કે એનપીએ અંગે નવા દિશાનિર્દેશો લાગુ કર્યા હતા.
નવા પરિપત્ર મુજબ તમામ બેન્કોની માટે જે-તે લોન એગ્રીમેન્ટમાં લોનની વાસ્તવિક તારીખ, મુળ મુદ્દલ રકમ, વ્યાજ સહિત અન્ય તમામ માહિતીઓ અંગે અલગ-અલગ જાણકારી આપવી ફરજિયાત કરી છે.